સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:36 IST)

આજી ડેમમાં નીર ખૂટ્યાં, 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

રાજકોટ શહેરમાં જનતાની જીવાદોરી સમાન આજીડેમમાંથી પાણી આપવામાં આવે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પાણી બતાવી સૌની યોજનાથી આ ડેમમાં પાણી તો ઠાલવ્યું હતું પરંતુ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે પાણી આજીડેમમાં તો ઠીક ખુદ નર્મદામાં પણ ખૂટવા લાગ્યું છે. આજી ડેમમાં 31 માર્ચ સુધી પાણી ચાલશે. વોટર વર્કસ શાખાના ઇજનેર વી.સી. રાજ્યગુરૂના જણાવ્યા પ્રમાણે આજીડેમમાં માત્ર 31 માર્ચ સુધી લોકોને પાણી મળે તેટલું  રહ્યું છે. સૌની યોજનાથી આજી ડેમમાં ફરીથી પાણી ઠલવાય તેવી રજૂઆત સરકારને કરી છે. સૌની યોજના થકી આજી ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. સૌની યોજના થકી 12થી 14 ફૂટ જેટલો આજીડેમ ભરાયો હતો બાદમાં સારા વરસાદ થતા કુદરતે આજીડેમને ઓવરફ્લો કરી દીધો હતો. આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટની જનતા પણ ખુશ હતી. પરંતુ ફરી આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સૌની યોજના થકી આજીડેમ ફરી ભરવામાં આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. આજીડેમની સપાટી 29 ફૂટની છે.આજી ડેમમાં સૌની યોજના થકી પંપીંગથી ત્રંબા સુધી પાઇપલાઇનથી પાણી લાવવામાં આવ્યું છે. બાદમાં ત્રંબાથી આજીડેમ સુધી નદી મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 29 જૂન 2017ના રોજ નરેન્દ્ર મોદીએ આજીડેમનું લોકાર્પણ કર્યું હતું.