રંગીલા રાજકોટમાં બનશે રિવરફ્રન્ટ, બેડી પાસે 11 કિમી ડેવલપ કરાશે
રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાંમુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. આજી-1 ડેમથી આજી ડેમ-2નો બેડી ગામ પાસેથી પસાર થતો 150 ફૂટ રીંગ રોડ સુધીનો 11 કિમીનો વિસ્તાર મહાપાલિકાને રીવર ફ્રન્ટ બનાવવા સોંપવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રીએ રાજકોટને રિવરફ્ર્ન્ટ મળવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રિવરફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકાને આજી-1 ડેમથી આજી ડેમ-2ના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા 150 ફૂટ રીંગ રોડ સુધીના 11 કિમી જેટલા વિસ્તાર વિક્સીત કરી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તો રંગીલા રાજકોટીયન્સને પ્રવાસન માટે વધુ એક સ્થળ પ્રાપ્ત થશે.