ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (16:25 IST)

જીજ્ઞેશના હલ્લાબોલ બાદ પોલીસ કમિશ્નર અને ગૃહવિભાગે દારૂનાં અડ્ડા મામલે યોજી મિટિંગ

ખુલ્લેઆમ ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાના વિરોધમાં બુધવારે રાત્રે સ્થાનિક વિસ્તારના એક હજારથી વધુ લોકોએ જિજ્ઞેશ મેવાણી સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. જે બાદ ન ફક્ત ગોમતીપુર પોલીસ સતર્ક થઇ છે પણ ગૃહ વિભાગે આ મામલે માહિતી માંગી છે. હાલમાં જીજ્ઞેશ મેવાણી શહેરમાં ચાલતા દારૂનાં અડ્ડાઓ બંધ કરવા મામલે સીટી પોલીસ ઓફિસ પહોંચી ગયા હતા અહીં તેઓ શહેર પુલીસ કમિશ્નરને મળ્યા હતાં અને તેમની સાથે શહેરમાં ચાલતા દારુનાં અડ્ડાઓ બંધ કરવા અંગે વાત કરી હતી.

આ આખી ઘટના બાદ હવે પોલીસ દ્વારા શું પગલા લેવાઇ રહ્યાં છે તે અંગે વિગત મેળવવાં મેવાણી પહોંચી ગયા છે. જીજ્ઞેશનું કહેવું છે કે તે પ્રજાનાં પ્રતિનિધિ તરીકે દરેક હકારાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેશે. તો દારૂ બંધીની મુહિમમાં ગૃહ વિભાગ પણ સતર્ક થઇ ગયુ છે અને તે રાજ્યનાં પોલીસ વડા સાથે સંપર્કમાં છે. તેઓ પોલીસ દ્વારા લેવામાં આવતા પગલાં બાબતે પણ વિગતો મેળવી રહ્યાં છે. ગૃહ વિભાગ પણ મેવાણીએ કરેલી રજૂઆતમાં આગળ કામ કરી રહ્યું છે.શીતલ થિયેટરથી લઇને ગોમતીપુર ગામ સુધી ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવાનું અલ્ટિ અને શહેરમાંથી બુટલેગર, ચેઇન સ્નેચર અને પાકિટમારને પકડવા પોલીસને આવેદન આપવામાં આવ્યું છે.આ સાથે મેવાણીએ કહ્યું હતું કે, 150થી 200 અડ્ડાઓ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યા છે. એક દેશી દારુનો અડ્ડો પોલીસ સ્ટેશનની સામે જ છે. આ પહેલા સ્થાનિક ગોમતીપુરની મહિલાઓએ વિરોધ કર્યો હતો.પણ પોલીસે ધ્યાન આપ્યું ન હતું. ત્યારે હવે ધારાસભ્ય બનેલા જીજ્ઞેશ મેવાણીએ જોઈન્ટ સીપી જે કે ભટ્ટને 24 કલાકમાં તમામ દારૂના અડ્ડા બંધ કરવા અપીલ કરી હતી.