શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2017 (15:12 IST)

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સુરતમાં આકરા પ્રહારો કર્યાં

ગૌરવયાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમેઠીમાં રાહુલ ગાંધીનો પરિવાર 50 વર્ષમાં વિકાસ કરી શક્યો નથી. તેઓ ગુજરાતમાં આવીને  વિકાસની વાતો કેમ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે જં સાસંદના લોકસભા વિસ્તારમાં એક કલેક્ટર ઓફિસ બની નથી

તેઓ ગુજરાતના લોકોને વિકાસના સપના બતાવી રહ્યાં છે.  જ્યારે રાહુલ ગાંધીના આદિવાસી ટીમલી ડાન્સને સ્મૃતિ ઈરાનીએ ઉટપટાંગ કહ્યો હતો. જય શાહ પર જણાવ્યું કે, મને ખુશી છે કે તે 100 કરોડનો માનહાનિનો દાવો કરે છે. કોંગ્રેસની રણનિતી રહી છે કે, તે જાણતા હતા અમિત શાહ અમેઠી જઈ રહ્યા છે જેથી આ પ્રહાર કર્યો હતો. ન્યાયલયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસની સતા હતી ત્યારે પણ અમિત શાહ પર પ્રહાર કર્યા હતા અને કરતી રહેશે કારણ કે તેમના નેતૃત્વમાં ભાજપ મજબૂત થઈ રહ્યું છે.