પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવે ભાજપની ચિંતામાં વધારો કર્યો
દેશભરમાં પેટ્રોલ,ડિઝલ અને ગેસના વધતા ભાવ તથા ભાજપી ધારાસભ્યોના પર્ફોમન્સને કારણે વડોદરા શહેરમાં ભાજપ અત્યારે ચિંતામાં મુકાયો છે. પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી વી સતીષ, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને અન્ય અધિકારીઓએ મીટિંગ કરીને શહેરની , આ સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી કારણકે તે આગામી ચૂંટણીમાં તેમને અસર કરી શકે છે. શનિવારના રોજ શહેરના અલગ અલગ લેવલના પાર્ટી મેમ્બર્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને એક પછી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગ્રાસરુટ લેવલ પર શું સ્થિતિ છે તે જાણવાનો મુખ્ય હેતુ હતો. અને સૌથી કોમન ફરિયાદ હતી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાઉન્સિલરોએ જણાવ્યું કે લોકોએ અગવડ વેઠીને પણ નોટબંધી અને GST દરમિયાન પાર્ટીનો સાથ આપ્યો. પરંતુ પેટ્રોલના ભાવને કારણે લોકોમાં રોષ છે અને તેમને આ બાબતે સમજાવવા મુશ્કેલ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે સતિષે આ ફરિયદો પર કોઈ જ કમેન્ટ નહોતી કરી, અને તેમણે પાર્ટી મેમ્બર્સના મુદ્દાઓને નોટ કર્યા હતા.