રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (17:23 IST)

સોશિયલ મીડિયામાં ‘વિકાસ’ની આવી રમુજો ઘણી ફરતી હતી

-ST અમારી, બેસો પછી જવાબદારી તમારી, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, અડફેટે લઈ લેશે.
– હોટેલમાં રૂ.1800ના બિલ પર રૂ.180 GST,લાગે છે અદૃશ્ય રૂપે મોદીજી પર આપણી હારે જમતાં હતા એનું બિલ ચૂકવવું પડ્યું છે. આઘા રેજો વિકાસ ગાંડો થયો છે.

-ટ્રેનની ટિકિટ પર 12 ટકા GST,પ્લેનની ટિકિટ પર 5 ટકા GST,આઘા રેજો વિકાસ ગાંડો થયો છે.
-પેટ્રોલનો ભાવ પહેલી જુલાઈએ રૂ.63, 30 ઓગસ્ટે રૂ. 71, વિકાસ હવે ગાંડો નહીં ભૂરાંટો થયો છે.

-હવે તો લોકો બાળકનું નામ પણ વિકાસ નથી રાખતાં, કારણ કે વિકાસને માત્ર સાંભળી શકાય છે, જોઈ શકાતો નથી, હૃદયને અહેસાસ પણ નથી થતો.
-સવાર પડેને કોઈ વસ્તુના ભાવવધારા સમાચાર નથી આવતાં તો ડર લાગે છે કે, વિકાસ અટકી તો નથી ગયો ને?