સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ઑગસ્ટ 2020 (15:43 IST)

ગુજરાતના નલિયા એરબેસમાં બનશે તેજસની પહેલી સ્ક્વાઇડ્રન, અહીં 18થી વધુ તૈનાત થશે ફાઇટર પ્લેન

દુનિયાના સૌથી હલકા ફાઇટર જેટ તેજસની પાકિસ્તાનને અડીને આવેલા પશ્વિમી મોરચા પર ગુજરાતના નલિયા અને રાજ્સ્થાનના ફલૈદી એરબેસ પર થશે. ખાસ એ છે કે પશ્વિમી સીમા પર તેજસ વિમાનોની પહેલી સ્ક્વાઇડ્રન નલિયામાં બનશે. એક સ્ક્વાડ્રનમાં ઓછામાં ઓછા 18 વિમાન હશે, એટલે કે 18 અથવા તેનાથી વધુ તેજસ ફાઇટર જેટ અહીં તૈનાત કરવામાં આવશે. એરફોર્સ HAL પાસેથી માર્ક – 1 તેજસ વિમાન ખરીદશે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધી 6 થી 7 તેજસ વિમાનોનુ ટ્રાયલ થઇ ચૂક્યુ છે.
 
ગુજરાત માટે આજે એક સૌથી મોટા અને ગર્વ થાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કચ્છના નલિયા એરબેઝમાં તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનવા જઈ રહ્યું છે. આ સિવાય રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસને તહેનાત કરાશે. આ બંન્ને સરહદ પાકિસ્તાનથી નજીક આવેલી છે. એક સ્ક્વોડ્રનમાં ઓછામાં ઓછા 18 વિમાન રાખવામાં આવે છે. 
 
ગુજરાત કચ્છના નલિયાનું એરબેઝ વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું એરબેઝ છે. મળતીમ માહિતી અનુસાર કચ્છના નલિયામાં તેજસને તહેનાત કરવા માટે લાંબા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધીમાં 6-7 તેજસ વિમાનોનું ટ્રાયલ થઈ ચૂક્યું છે. જૂનમાં ફલૌદી એરબેઝ પર પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 15મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ આ અંગે જાહેરાત કરી હતી. કચ્છના નલિયા એરબેઝથી પાકિસ્તાનનું હવાઈ અંતર માત્ર 40થી 50 કિમી છે. આ સ્થિતિમાં હવાઈ, જમીન અને સમુદ્રી સુરક્ષા માટે આ સ્થળ મહત્ત્વનું છે.
 
નોંધનીય છે કે, તમિલનાડુના સુલૂર એરબેઝમાંથી તેજસ વિમાન અનેકવાર અહીં આવી ચૂક્યાં છે તથા પશ્ચિમી સરહદે ઉડાન ભરી ચૂક્યા છે. મિગ શ્રેણીના વિમાનો ફેઝઆઉટ થતા પશ્ચિમી સરહદે સુરક્ષાના કારણોસર સ્વદેશી વિમાનોને તહેનાત કરવામાં આવે છે. મોટાભાગના તેજસ વિમાનો મિગ શ્રેણીના વિમાનોનું સ્થાન લેશે.
 
નલિયા એરબેઝ પાકિસ્તાનથી હવાઇ દૂર ફક્ત 40 થી 50 કિમી છે. એવામાં અહીંથી હવા, જમીન અને ઉપરાંત સમુદ્રી સુરક્ષા થઇ શકે છે. પાકિસ્તાના કોઇપણ હુમલાનો ત્વરિત જવાબથી આપી શકાશે.