રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 3 જુલાઈ 2019 (13:08 IST)

જાણો કેમ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરો 10 કલાક ફ્લાઈટમાં પુરાઈ રહ્યાં

મુંબઇમાં  ભારે વરસાદના કારણે ફલાઇટો રદ કરાઇ છે.આથી અનેક ફલાઇટ અમદાવાદમાં ડાઇવર્ટ કરાઇ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર 35 ફ્લાઈટ લેટ થઇ હતી.જેના લીધે મુસાફરોને  ભારે હાલાકી પડતા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર હોબાળો  કર્યો હતા.આ સિવાય 12 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. કોરિયન એરલાઈન્સની સિઓલ-મુંબઈ ફ્લાઈટના 216 પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી વિમાનમાં જ બેસી રહ્યા હતા. એટલું જ નહીં મુંબઈમાં ભારે વરસાદને લીધે રનવે પર એક ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર સ્લીપ પણ થઈ હતી. જેના કારણે આ ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 7 વાગ્યે સિઓલથી બેઠેલા તમામ પેસેન્જર મંગળવારે સવારે 10 વાગ્યે એટલે કે પુરા 15 કલાક વિમાનમાં જ બેસી રહ્યા હતા. આ દરમિયાન એરક્રાફ્ટનું એસી ધીમું પડવા માંડતા પેસેન્જર ગુંગળામણ અનુભવતા હતા.