Mumbai Rain News- મુંબઈ વરસાદની તબાહી 20 લોકોના મોત, પીએમ મોદીએ દરેકને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શનિવારની રાતથી મુંબઇમાં ભારે વરસાદ રવિવારની સવારથી પણ ચાલૂ જ છે, જેના કારણે વિનાશનો નજારો જોવા મળી રહ્યો
છે. અહીં દિવાલના પડવાથી બે અલગ અલગ આઘાતજનક અકસ્માતમાં 20 લોકોનાં મોત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતો અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં
દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારા વિચારો આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.
સાથે જ તેણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી દુર્ઘટનામાં મરનારને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાનો વળતર આપવાની જાહેરાત કરી છે.
આ સમયે મુંબઈની રોડ પર જળબંબાકાર છે તેમજ માયાનગરીની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન સેવા રોકાઈ ગઈ છે. મુંબઈનો સાયન રેલવે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો અને અનેક કલાકો સુધી વરસાદ પડવાના લીધે રેલવે સ્ટેશન પર બનેલા ટ્રેક પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા.