આજ રોજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકાદ સ્થળે ભારે વરસાદ પણ રહેશે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 8 અને 9 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગામી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ રહેશે. અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ સારો વરસાદ પણ પડી શકે છે. આગામી 8-9 તારીખથી વરસાદની પ્રવૃત્તિ વધશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સાતમી સપ્ટેમ્બરના રોજ એક સર્ક્યુલેશન સક્રિય થશે, જે આઠમી સપ્ટેમ્બરના રોજ લૉ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. આ કારણે ગુજરાતમાં વરસાદ વધવાની સંભાવના છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં તાપમાન વધશે. સતત વરસાદ પડ્યા બાદ વાદળો હટી જતાં તાપમાનમાં થોડો વધારો થશે. હાલ અમદાવાદ શહેરમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ છે, જે વધીને 36-37 ડિગ્રી થઈ શકે છે. હાલ વાવાઝોડાનું કોઈ એલર્ટ નથી.
સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે.
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ રહેવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ રહેવાનું હવાનું હવામાન વિષ્ણાતોનું અનુમાન છે.
આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થશે. આ વર્ષે ખેલૈયાઓએ પણ નવરાત્રીમાં ઝૂમવા માટે સારી એવી તૈયારી કરી છે. ખેલૈયાઓ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે આયોજકો પણ નવરાત્રીમાં ખૂબ મોટું આયોજન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. કારણ કે કોરોના બાદ પ્રથમ વખત ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થશે. જોકે, તમામ લોકો નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર પણ નજર રાખી રહ્યા છે. નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેની ચિંતા હોય છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે.