મહેસાણામાં બનાવાયું ૮ ફૂટ ઉંચું રૂદ્વાક્ષનું શિવલિંગ
મહેસાણા જિલ્લામાં ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બાંધવા માં આવેલા ગણપતિ મંદિરમાં શ્રાવણ માસને લઇને રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવવા માં આવ્યું છે. આ શિવલિંગ મંદિર પરિસર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં રોજ પૂજન પણ કરવામાં આવે છે. જ્યારે શ્રાવણ માસ બાદ આ પંચમુખી રુદ્રાક્ષને મહેસાણાના ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. જ્યારે ૮ ફૂટના રુદ્રાક્ષ શિવલિંગમાં ૬૧ હાજર કરતા પણ વધુ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં જુના ફુવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવન ભોળા શંભુને રીજવવા માટે એક મહાકાય શિવલિંગ બનવામાં આવ્યું છે. 61 હજાર પંચમુખી રુદ્રાક્ષના મણકાનું શિવલિંગ અહી મંદિર પરિસરમાં તૈયાર કરાયું છે. આ શિવલિંગની પૂજા દરરોજ સવાર સાંજ સાથે ભક્તો દ્વારા અને મંદિરના પુજારી દ્વારા કરવામાં આવે છે. ભગવાન શિવને અતિ પ્રિય રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રોમાં આલેખાયો છે. કહેવાય છે કે શિવની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષ ના મણકા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેના અલગ અલગ પ્રભાવ પણ છે. આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરના પુજારી લાલાજી મહારાજની નિશ્રામાં રુદ્રાક્ષના આ શિવલિંગના દર્શનનો લ્હાવો શિવભક્તોને મળી રહ્યો છે.