મેડિકલ કોલેજ રેગિંગ : NEET પાસ કરનારો ગામનો એકમાત્ર યુવક હતો અનિલ, કોલેજની રેગિંગે માતાપિતાનો આશરો છિનવી લીધો
કોલેજમાં નવા સ્ટુડેંટ્સ સાથે જૂના સ્ટુડેંટ્સની રેગિંગના મામલા અવાર નવાર સામે આવતા રહે છે. સીનિયર્સ હસી મજાકના નામે નવા સ્ટુડેંટ્સને એટલા પરેશાન કરી નાખે છે કે અનેકવાર તેનો અંજામ ખૂબ ખરાબ થાય છે. બે દિવસ પહેલા પાટણમાં આવી જ એક ઘટનાએ એક હોશિયાર વિદ્યાર્થી અને એક પરિવારનો એકનો એક દિકરો છીનવી લીધો.
ઉલ્લેખનીય છે કે પાટણના ધારપુરમાં મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજમાંથી સામે આવ્યો છે. જ્યા એક 18 વર્ષના ફર્સ્ટ ઈયરના સ્ટુડેંટ્સ અનિલ મેથાનિયાને તેના સીનિયર્સએ 3 કલાક સુધી ઉભો રાખ્યો. લગભગ 7 થી 8 સીનિયર વિદ્યાર્થીઓએ મૃતક અનિલને બધાને જુદો જુદો ઈંટ્રોક્શન આપવા માટે કહ્યુ પણ જ્યારે 3 કલાકથી વધુ ઉભા રહ્યા પછી અનિલની સહન શક્તિની હદ પાર થઈ ગઈ તો તે બેહોશ થઈને પડી ગયો.
15 સીનિયર્સ વિદ્યાર્થી કોલેજમાંથી સસ્પેંડ
ત્યારબાદ તેના સાથી વિદ્યાર્થીઓએ અનિલને દવાખાનામાં દાખલ કરાવ્યો અને સારવાર દરમિયાન અનિલનુ મોત થઈ ગયુ. ત્યારબાદ અનિલના પરિવારને સૂચના આપવામાં આવી. કોલેજમાં અનિલ સાથે રૈગિગના નામથી આ રીતે પરેશાન કરનારા વિદ્યાર્થીઓ પર એક્શન લેવામાં આવી અને 15 સીનિયર્સ વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા. સાથે જ FIR પણ નોંધવામાં આવી છે. અનિલના ભાઈ ન્યાયની માંગ કરી છે.
મૃતક અનિલ એમબીબીએસ ફર્સ્ટ ઈયરનો વિદ્યાર્થી હતો. જેને સપ્ટેમ્બરમાં કોલેજમાં એડમિશન લીધુ હતુ. પણ તેના થોડા દિવસ બાદ જ તેનુ મોત થઈ ગયુ. અનિલના મોત પછી પરિવારના લોકોની હાલત ખરાબ છે. જે તેને 14 ઓક્ટોબરે કોલેજ છોડવા આવ્યા હતા અને એક મહિના બાદ જ તેને ગુમાવી દીધો. અનિલે કોચિંગ વગર એનઈઈટી માં 550 અંક મેળવ્યા હતા. અનિલના પરિવારના લોકોએ જણાવ્યુ કે અનિલ સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રા તાલુકામાં 5000ની વસ્તીવાળા એક નાનકડા ગામ જેસદાનો એકમાત્ર વિદ્યાર્થી હતો. જેને NEET ક્લિયર કર્યુ હતુ.
કોચિંગ વગર જ NEET કર્યુ ક્લિયર
અનિલ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો અને 56 વર્ષીય ખેડૂત નરવરભાઈ અને 53 વર્ષીય ગીતાબેનનો એકમાત્ર પુત્ર હતો. અનિલના પિતરાઈ ભાઈ અને આઈટી પ્રોફેશનલ ગૌતમ મથાનિયાએ જણાવ્યું કે 10મા ધોરણમાં ભણતા અનિલે મન બનાવી લીધું હતું કે તે ડૉક્ટર બનશે. અનિલ ઉત્તમ વિદ્યાર્થી હતો. તેણે કોઈ કોચિંગ ક્લાસ લીધો ન હતો, છતાં NEET પાસ કરી. તેણે NEETમાં 550 ગુણ અને GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)માં 90.57 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ થયું હતું
મોત
અનિલના પિતાએ કહ્યું કે, જો તેમને તેમના પુત્રના સપના પૂરા કરવા માટે તેમની જમીન વેચવી પડી હોત, તો તેમણે તે વેચી દીધી હોત. તેણે કહ્યું, “અમે 16 નવેમ્બરે વાત કરી હતી. જ્યારે તેને કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યારે તે એકદમ ઠીક હતો. ત્યારે પણ તેના તમામ મેડિકલ રિપોર્ટ સાચા હતા. અમે તેની સાથે વાત કરતા રહ્યા. MBBS કૉલેજના રેસિડેન્ટ ડૉક્ટરે મને ફોન કર્યો. તેણે કહ્યું કે અનિલ બેભાન થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યાની આસપાસ અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે અનિલ હવે નથી.