Mass suicide - જૂનાગઢમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવતાં પતિ,પત્ની અને દીકરાનું મોત
Mass suicide attempt in Junagadh
દીકરીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે
પરિવારે કૌટુંબિક ઝગડાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ
જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકામાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આખા પરિવારે ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. આ ઘટનામાં પતિ,પત્ની અને દીકરાનું મોત નિપજ્યું છે.જ્યારે દિકરીની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે.
દીકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ધાર ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરિવારમાં માતા-પિતા તથા દીકરા-દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું છે. જ્યારે દીકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. દીકરી ગંભીર રીતે અસરગ્રસ્ત હોવાથી હાલ તેની હાલત નાજુક છે. પોલીસને પ્રાથમિક તારણ મળ્યા પ્રમાણે આ પરિવારે કૌટુંબિક ઝઘડાને કારણે આપઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું છે.