50 દિવસમાં લાખો ક્વિન્ટલ કેરી વેચનાર વેપારીઓ લોકડાઉનને લઈ લાચાર
કેરીને પણ કોરોના વાઇરસ બાદ લોકડાઉનની અસર લાગતા દક્ષિણ ગુજરાતના લગભગ 10 હજારથી વધુ ખેડૂતોને કરોડોનું નુકશાનની સંભાવના દેખાય રહી છે. વર્ષ 2019માં 19 કરોડ કિલો કેરીનું વેચાણ કરનાર સુરત APMC 2020માં લોકડાઉન બાદ માત્ર 2500-3000 ટન કેરીનું વેચાણ થયું હોવાનું માર્કેટના સેક્રેટરી કહી રહ્યા છે. દર વર્ષે માર્ચ 20 થી એપ્રિલ 31 સુધીમાં એટલે કે 50 દિવસમાં લાખો ક્વિન્ટલ કેરી વેચનાર વેપારીઓ આ મહામારીને લઈ લાચાર દેખાય રહ્યા છે. સુરતથી દર વર્ષે લગભગ 10 ટન એક્સપોર્ટ થતી કેરી આ વર્ષે વિદેશોમાં મોકલવાનું અશક્ય બનતા વેપારીઓ ચિંતિત દેખાય રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષ 60-70 ટકા કેરીનો પાક હતો. જેના કરતા આ વર્ષે 30-35 ટકા જ પાક થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. લગભગ આ વર્ષે 9 કરોડ કિલો કેરી વાડીઓમાં આંબા પર જ લટકતી રહેતા ખેડૂતો નિરાશ થયા છે. આ વર્ષે લગભગ 15 કરોડનું ઓછામાં ઓછું નુકશાન થવાની સંભાવના છે. સરકારની મંજૂરી બાદ છેલ્લા 10 દિવસમાં લગભગ 1500-2000 ટન અથાણાની કેરી સુરત APMC માર્કેટમાં આવી હોય એમ કહી શકાય છે. આ તમામ કેરી બારડોલી, પલસાણા, વ્યારા સહિત દક્ષિણ ગુજરાત ની વાડીઓમાંથી આવતી હોય છે. અથાણાની કરીનું મોટું માર્કેટ સુરત બાદ મુંબઈ અને દિલ્હી સહિત અથાણાની ફેક્ટરીઓમાં જતી હોય છે. જ્યારે ખાવાની કેસર, લગડો, રાજા પુરી સહિતની કેરીઓના વેચાણ પર માર્કેટમાં હજી પ્રતિબંધ હોવાથી વેપારીઓ મૂંજવણમાં આવી ગયા છે. લગભગ માત્ર 60 દિવસના કેરીના વેપારમાં આ વર્ષે વેપારીઓને કરોડોનું નુકશાનનું પાક્કું ગણિત કહી શકાય છે. કેરીની વાડીવાળાઓને એડવાન્સ રૂપિયા આપનાર દલાલો પણ મરણ પથારીમાં હોય એ વાતને નકારી શકાય નહીં.