શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (17:24 IST)

સુરતમાં ડાયમંડ બુર્સમાં કામ કરતો વ્યક્તિ પગ સરકી જતાં પાણીની ટાંકીમાં પડ્યો, ડૂબી જતાં મોત નિપજ્યું

Man working at Diamond Burse in Surat slips and falls into water tank, drowns
Man working at Diamond Burse in Surat slips and falls into water tank, drowns
સુરત શહેરના ઈચ્છાપોરમાં એક વ્યક્તિ પગ સરકી જતાં 20 ફૂટ ઉંડી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો અને બાદમાં પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આ વ્યક્તિનું મોત નિપજતાં તેના બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સુરતના ગોપીપુરામાં રહેતા 47 વર્ષીય કિરીટ જરીવાલા ઇચ્છાપોર ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં છેલ્લા ત્રણ વર્ષથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાચવવાની સાથે હેલ્પર તરીકે નોકરી કરતા હતા. આજે સવારે નોકરી પર ગયા બાદ ડાયમંડ બુર્સના અંડર ગ્રાઉન્ડ પર કામ કરતા સમયે કિરીટ જરીવાલા પાઈપ ઉપાડવા ગયા હતા. દરમિયાન તેમનો પગ સ્લીપ થઈ જતા તેઓ ટાંકીની અંદર પડી ગયા હતા. 15થી 20 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં કિરીટભાઈ ડૂબી ગયા હતા. તેમની બૂમો સાંભળી સાથી કર્મચારીઓ મદદ માટે દોડી ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગે કિરીટભાઈને બહાર કાઢી 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ટ