મહાઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લવાયો, ક્રાઈમ બ્રાન્ચના સવાલોનો સામનો કરશે
મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. જગદીશ પટેલનો સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.15 કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો છે.
મહાઠગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સવાલોનો સામનો કરશે
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મોડી રાતે લઈને આવશે. કિરણ પટેલે અનેક લોકોને ઠગ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમાં તે પોતે પીએમઓનો અધિકારી હોવાની વાતો કહેતો હતો અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવેલો કિરણ પટેલ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન બનશે એટલે કે તેને સામાન્ય કેદીની જેમ પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ અંગે અમદાવાદ અધિકારીઓ જણાવ્યું છે કે, રાતે એક થી દોઢ વાગ્યાના અરસામાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવશે.