લવજેહાદ મામલે આરોપી જમીલનાં મૈત્રી કરાર માટે સ્ટેમ્પ લાવનારની ધરપકડ
અમદાવાદમાં હનુમાનમઢી વિસ્તારના યુવકે ધર્મ છુપાવીને યુવતી સાથે મૈત્રી કરાર કરીને બળાત્કાર ગુજાર્યો હોવાથી તેણે આપઘાત કર્યો હતો. આ કેસમાં મુખ્ય સુત્રધાર જેણે જમીલને મદદ કરી હતી તે ઈરફાન તારકભાઈ કાથરોટિયાને પોલીસે ઝડપ્યો છે. જે મૈત્રીકરાર માટે સ્ટેમ્પ લઈને આવ્યો હતો.
આ જ વિસ્તારના શિવપરામાં રહેતી યુવતીને એ જ વિસ્તારમાં જ રહેતા જમીલ બશીર સોલંકી નામના ઇસમે યુવતી સમક્ષ પોતાના ધર્મની વાત છુપાવી યુવતી સાથે મૈત્રી કરાર કરી તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જમીલનાં સકંજામાંથી છૂટેલી યુવતીને તેના પરિવારજનોએ અન્ય સ્થળે સગાઇ કરતા જમીલે યુવતીના મંગેતરને ધમકી આપી હતી અને યુવતી પર પણ ધમકીનો દોર શરૂ કરતાં યુવતીએ કંટાળીને અંતે આપઘાત કરી લીધો હતો.
બનાવમાં પોલીસે જમીલ, તેની માતા, તેને મદદગારી કરનાર તેનો મિત્ર અને વકીલ સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ આ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી મોચીબજાર ખાટકીવાસમાં રહેતા ઇરફાન તારકભાઇ કાથરોટિયા (ઉ.વ.26)ને પીઆઇ રાવલ સહિતના સ્ટાફે મંગળવારે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જમીલે યુવતી સાથે લવ રિલેશનશિપ કરાર કર્યા હતાં. તેમાં ઉપયોગમાં લેવાયેલો સ્ટેમ્પ પેપર ઇરફાન લઇ આવ્યો હતો. ઇરફાન અગાઉ મારામારીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો