શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (14:01 IST)

લોકરક્ષક દળની પરીક્ષા માટેની તારીખ લગભગ નક્કી, 9થી 10 ડિસેમ્બર આસપાસ શારીરિક કસોટી યોજાશે

પોલીસતંત્રમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષા માટેની શારીરિક કસોટી 9થી 10 ડિસેમ્બર આસપાસ યોજાઈ શકે છે. તથા પરીક્ષા માટેના કોલ લેટર 20 ડિસેમ્બર આસપાસ જારી થઈ શકે છે. 10 હજાર 988 જગ્યાની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે, જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરુષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારને લાભ પાંચમે છેલ્લો દિવસ છે.

4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો લોકરક્ષકદળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.