લોકડાઉન 5 અમલમાં આવશે એવી અફવાઓથી દૂર રહેવું જોઈએઃ મુખ્યમંત્રી રૂપાણી
રાજ્યમાં લોકડાઉનના ચોથા ચરણમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જે વિસ્તારોમાં કોરોના પહેલાથી જ વકર્યો હતો તે હજી પણ નિયંત્રણમાં આવ્યો નથી. જેને લઇને છેલ્લા કેટલાક દિવસથી એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છેકે, લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે અને ફરીથી જે પણ છૂટછાટ આપવામાં આવી છે તે બંધ કરી દેવામાં આવશે. આ પ્રકારના મેસેજ ફરતા થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છેકે, 1લી જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો ફેલાવાઈ રહી છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.