ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે દાળ-ઢોકળીમાંથી ગરોળીનું બચ્ચું નીકળ્યું
ઊનાના શા.ડેસર ગામે સરકારી પ્રા.શાળામાં પ્રવેશત્સવની એક તરફ ઉજવણી ચાલુ રહી હતી. અધિકારી, પદાધિકારીઓ છાત્રોને પ્રવેશ અપાવી સરકારના ગુણગાન ગાઇને રવાના થયા અને થોડી મિનીટોમાં બાદ જ આ શાળામાં છાત્રોને મધ્યાહન ભોજન પીરસવામાં આવતા અને દાળ ઢોકરીની રસોયમાં ગરોળીનું બચ્ચુ નિકળતા ધો-6ની વિદ્યાર્થીનીએ ભોજનમાં આવેલી ગરોળીનું બચ્ચા વાળુ ભોજન લઇ આજ શાળાના આચાર્યને બતાવતા તે પણ ચોકી ઉઠ્યા હતા.અને આ વાત ગામના આગેવાનો અને વાલીઓ સુધી પહોચતા સરપંચે મામલતદાર, ટીડીઓને જાણ કરતા ઊના સીએચસી કેન્દ્રના આરોગ્ય અધિકારીને તપાસના આદેશ કરતા છાત્રોની આરોગ્ય બાબતની તપાસ માટે તુરંત ટીમ શા.ડેસરની સરકારી પ્રાથમિક શાળાએ દોડી ગયેલ હતી. અને બાળકોની તપાસ કરતા તમામ છાત્રો ભય મુક્ત હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.
શા.ડેસર ગામની સરકારી પ્રા.શાળામાં પ્રવેશમહોત્સવ નિમીતે તાલુકા વિકાસ અધિકારી જાડેજા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર હોય અને શાળામાં કાર્યક્રમની સાથે શાળાની સુવિધાઓ અને ગુણવતા બાબતે પણ તપાસ કરવાની થતી હોય છે. અધિકારીઓ હાજર હોવા છતાં મધ્યાહન ભોજનનું રસોય મેનું તપાસ કરવુ જોઇએ અને બનેલી રસોઇનો ટેસ્ટ પણ કરવી જોઇએ તે કેમ ન કરી ? તે બાબત લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા હતા.સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજનમાં વારંવાર હલકી ગુણવતાના અનાજ તેમજ શાકભાજીનો ઉપયોગ લેવાતો હોય અને રસોડામાં બનતા ભોજન વખતે રખાતી બેદરકારીના કારણે જીવજંતુઓ ત્યાર થતી વખતે પડી જતી હોય તેવી અવાર નવાર અનેક ફરીયાદો ઉઠવા પામતી હોવા છતાં તંત્ર દ્રારા કોઇજ કોર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાના કારણે છાત્રોના જીવ જોખમમાં મુકાતા હોય છે.શાળા પ્રવેશ મહોત્વસ નિમીતે તાલુકા વિકાસ અધિકારી શાળામાં હાજર હોય અને કાર્યક્રમ પૂર્ણ કરી ઓફીસે આવી ગયા બાદ શા.ડેસર ગામના સરપંચ નારણભાઇ બાંભણીયાએ મને જાણ કરતા કોઇ છાત્રને તકલીફ નહી હોવાનું જણાવેલ તેમ છતાં મેડીકલની મોકલી હતી તેવું જણાવેલ. શા.ડેસર પ્રા.શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોઈ પીરસતી વખત છાત્રની થાળીમાં ગરોળીનું બચ્ચુ જોવા મળતા અને તેની જાણ મામલતદાર આર આર ખાંભરાને થતાં તાત્કાલીક આરોગ્ય વિભાગના ડોક્ટરને જાણ કરી મેડીકલની ટીમને જાણ કરી છે. અને તમામ બાળકોને ચેક કરાવવા ટીપીઓ અને આચાર્યને અહેવાલ મોકલવા જાણ કરી હતી. દરેક કેન્દ્ર પર સુપરવિઝન માટે ટીમો મોકલાશે. આચાર્ય અરૂણાબેનએ જણાવેલ કે મસાલા વધારે પડતા નાખેલ હોય જેથી ખ્યાલ ન આવ્યો. પણ હતી તો ગરોળી જ તેવી હળવાસથી નરવા કુંજરવા સ્વરે જણાવ્યું હતું.