ભારતની 100 સ્માર્ટ સિટીની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોને સ્થાન મળ્યું
ભારત સરકારે 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોને ટોપ 10માં સ્થાન મળ્યું છે. તેમાં અમદાવાદને 2જો, સુરતને 5મો અને વડોદરાને 9મો ક્રમ મળ્યો છે. આ ઉપરાંત રાજ્યમાંથી દાહોદ, રાજકોટ, ગાંધીનગર અને દીવને પણ સ્માર્ટ સિટીની યાદીમાં સ્થાન મળ્યું છે. રાજકોટને 43મો, ગાંધીનગરને 50મો, દાહોદને 59મો અને દીવને 99મો ક્રમાંક મળ્યો છે. જ્યારે આ યાદીમાં ઉત્તરપ્રદેશનું કાનપુર પ્રથમ ક્રમાંકે છે. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કર્યા હતા, જેમાં અમદાવાદ બીજા ક્રમાંકે આવ્યું છે, પહેલાં ક્રમાંકે આગ્રા છે.
ગત વર્ષે અમદાવાદ પ્રથમ નંબર પર હતું પરંતુ આ વર્ષે ફંડ ટ્રાન્સફરમાં માર્ક્સ કપાતા અમદાવાદ બીજા ક્રમે ધકેલાયું છે. સુરતનો પાંચમો નંબર અને વડોદરા નવમાં ક્રમાંકે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટની અમલવારીમાં દેશના 100 શહેરોમાં અમદાવાદ 42.45 માર્ક સાથે પ્રથમ નંબરે છે જ્યારે આગ્રાને 41.99 માર્ક મળ્યા છે પરંતુ ફંડ ટ્રાન્સફરમાં અમદાવાદને માત્ર 6.96 માર્ક મળ્યા છે જે આગ્રાની તુલનામાં 5 જેટલા ઓછા છે. આગ્રાને 11.18 માર્ક મળ્યા છે. તે જ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્માર્ટ સિટી અંતર્ગત મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે અમદાવાદને 13.69 માર્ક મળ્યા છે જ્યારે આગ્રાને 14 માર્ક મળ્યા છે. આમ અમદાવાદનો કુલ સ્કોર 67.62 છે જ્યારે આગ્રાનો 73.17 છે. ફંડ ટ્રાન્સફર કરવામાં મ્યુનિ.ની કે રાજ્ય સરકારની ચૂક છે કે કેમ તે અંગે અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. જોકે અમદાવાદ મ્યુનિ. સ્માર્ટ સિટી હેઠળ મૂકેલા મોટાભાગના તમામ પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાને કારણે તેમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા છે.