ચૂંટણી ટાણે મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું, SMCએ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
Delhi announced the new captain
લોકસભા ચૂંટણી ટાણે મોરબીમાં મોડીરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. SMCએ ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી દારૂની 3210 પેટી જપ્ત કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસને આખી રાત લાગી હતી. પોલીસે 10 આરોપીની પણ ધરપકડ કરી છે. હાલ તો SMCએ મોરબી તાલુકા પોલીસ મથકમાં 10 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવવા તજવીજ શરૂ કરી છે. દારૂનો ધંધો કરનાર જિમિત પટેલ અને રાજસ્થાનના બે શખસને ફરાર દર્શાવાયા છે.
Delhi announced the new captain
2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખસોની અટકાયત કરી હતી. SMCના Dy.sp કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત શંકરલાલ પટેલ નામના શખસે લાલપરના ભવાનીસિંહ પાસેથી પાંચ મહિના પહેલાં ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતાં ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો સ્થળ પરથી મળ્યાં છે, જેની કિંમત 66.55 લાખ થાય છે તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Delhi announced the new captain
સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી એ તપાસનો વિષય
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં એનું વેચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ કરી હતી. આરોપી જિમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખસને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.હાલમાં SMCએ રમેશની પૂછપરછ કરતાં અઠવડિયામાં બે ગાડીનું કટિંગ કરવાં આવતું હોવાની કબૂલાત આપી હોવાનું ડીવાયએસપી કામરિયાએ જણાવ્યું હતું. જોકે આટલા મોટે પાયે દારૂનું કટિંગ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી એ તપાસનો વિષય બન્યો છે.