સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 નવેમ્બર 2018 (13:02 IST)

ખેડૂતનાં ઘરમાં સિંહ ઘુસી ગયો હતો, ઘરમાં ઘુસીને મગફળીનાં ઢગલા પર આસન જમાવ્યુ

હાલમાં ગુજરાતમાં ગીરનો કેસરી દાલોમથ્થો સાવજ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. લોકો તેના હેરાનગતીના વિડિયો વારંવાર સોશિયલ મીડિયામાં વહેતા કરી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં થયેલા સિંહોના મોત બાદ પણ સરકાર અડધી જાગી છે. હવે એક નવો પણ રસીક મામલો અમરેલીમાં એક ખેડૂતના ઘરમાં જોવા મળ્યો છે. સિંહોએ તેમને પરેશાન કરનારા અસામાજિક તત્વોને જાણે પાઠ ભણાવ્યો હોય તેમ એક ખેડૂતના ઘરમાં ઘૂસીને સાબિત કરી આપ્યું છે કે જો તમે અમને હેરાન કરશો તો અમે તમારા ઘરમાં ઘૂસીને અમારુ રહેઠાણ બનાવીશું. બસ કંઈક આવી જ વાત અમરેલીમાં એક ખેડૂતના ઘરમાં ઘટી છે. અમરેલી અને ગીર વિસ્તારમાં સિંહો ગામની અંદર શિકારની શોધમાં ભૂલા પડતા જોવા મળતા હોય છે. સિંહ ગાય-ભેંસોનું મારણ કરતા જોવા મળતા હોય છે, ત્યારે હવે અમરેલીનાં ધારી તાલુકાનાં પાતળા ગામમાં એક ખેડૂતનાં ઘરમાં સિંહ ઘુસી ગયો હતો.સિંહે ખેડૂતનાં ઘરમાં ઘુસીને મગફળીનાં ઢગલા પર આસન જમાવ્યુ હતુ. સિંહે ગામની અંદર ઘરમાં આસન જમાવતા ભયનો માહોલ ફેલાયો હતો. અડધો કલાક અહીં ડેરો જમાવ્યા બાદ સિંહ જંગલ તરફ રવાના થયો હતો.સોશિયલ મીડિયા પર સિંહની આ તસવીરો ઘણી જ વાયરલ થઈ રહી છે. તો ફરી એકવાર સિંહો પાણી અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ વળ્યાની ઘટના સામે આવી છે.