પાક વિમાનો અમલ નહીં થવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટની નોટીસ
પાક વીમાનો યોગ્ય અમલ ન થવાના મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી અને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનવણી 15 જાન્યુઆરીએ હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના 28 સહકારી મંડળી સાથે જોડાયેલા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ખેડૂતો તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, વીમા કંપનીએ થયેલા નુકસાનના બદલામાં અત્યાર સુધી માત્ર સડા છ ટકા જેટલી રકમ ચૂકવામાં આવી છે, જે ખેડૂતોએ ચૂકવેલા પ્રીમિયમની રકમ કરતા પણ ઓછી છે. જો વાત કરીએ સમગ્ર મામલે તો 2017 -18 માં ખેડૂતોને પાક વિમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વિમાના પૈસા મળતા નથી અને સર્વેના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વિમો ના મળે તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. ડૂતો તરફથી કહેવામાં આવ્યું કે, લોન લેતી વખતે પાક વીમાના પ્રીમિયમના પૈસા તો કાપી લેવાય છે પરંતુ પાક નિષ્ફળ જાય અને ચુકવણી કરવાની આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપની ઠાગાઠૈયા કરે છે, જે બાબતને ધ્યાને રાખીને હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઇન્સ્યોરન્સ કંપની, કૃષિ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી હતી.