ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (16:20 IST)

અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો શેર કર્યો

police act
હાલમાં વીડિયો અને રીલ્સ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. હવે આ દૂષણ પોલીસમાં પણ વ્યાપી ગયું છે. અમદાવાદના કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ફિલ્મી ઢબે વીડિયો બનાવીને પોતાને હિરો તરીકે જાણીતા કરવાનો પ્રયત્ન કર્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હિરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય તેમ પોલીસ કર્મચારીઓ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યાં છે. વીડિયો બનાવનાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદનું કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હિરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય તેમ પોલીસ કર્મચારીઓ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને ગુંડાઓ પ્રત્યે લાગણી હોય તેમ તેમની સ્ટાઈલો કરીને તેમના ડાયલોગ બોલે છે. તાજેતરમાં ચાર પોલીસ કર્મચારીઓએ શૂટ આઉટ એટ વડાલા ફિલ્મના ગૂંડા અને પોલીસ વચ્ચે ચાલતા સંવાદોનો વીડિયો બનાવ્યો હતો. મજાની વાત એ છે કે આ વીડિયો શેર કરીને પોલીસનું જ નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.બે વ્યક્તિ પોલીસ કર્મચારી બને છે અને બે ગૂંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે. જેમાથી એક કર્મચારી પોલીસ સ્ટેશમાં એન્ટ્રી મારીને કહે છે કે, ગાડી મેં બેઠો સાહબ તો સામે ગુંડાઓની સ્ટાઈલમાં પોલીસ કર્મચારીઓ કહે છે વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ, ફરી બે પોલીસવાળા કહે છે પુરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. તો ગુંડા બનેલા પોલીસ કર્મચારીઓ કહે છે યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ.
આ વીડિયોમાં એક્ટર તરીકે પ્રસિદ્ધ થવા સિરાજ નામનો વહિવટદાર અને ક્રિસ્ટીન નામનો પોલીસ કર્મી હોવાનું જાણવા મળ્યું છે.આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. જે અંગે ઝોન -3  DCP સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે વીડિઓ અમારી સામે આવતા જ  અમે કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસકર્મીઓ કાલુપુર પોલીસ સ્ટેશનના જ છે. સાંજ સુધી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે