રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (10:50 IST)

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં સતત વધારો: મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક પાણીની આવક

ક્ડાણા જળાશયમાંઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ  રહ્યો છે.રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી ૧૮૨૬૪ ક્યુસેક સહિત ડેમમાં કુલ ૩૪,૭૮૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.કડાણા બંધનું આજે ચાર વાગ્યા સુધીનું લેવલ ૪૧૮.૦૧ ફુટ થયું છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે.જેથી જળાશય ૯૭.૭૧ ટકાથી વધુ ભરાયું છે.
 
હાલમાં ડેમમાંથી પાવર હાઉસના ૩ યુનિટ મારફત ૧૫૯૦૦ ક્યુસેક,  કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેરમાં ૧૦૦ ક્યુસેક, સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ મારફત ૫૦૦ ક્યુસેક અને વધારાના છલતી બંધ મારફત બે દરવાજા ચાર ફૂટ ખોલી ૧૩,૪૦૦ ક્યુસેક સહિત કુલ ૨૯,૯૦૦  ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમમાં પાણીનો કુલ જથ્થો ૪૩,૧૧૦ એમ.સી.એફ.ટી છે.કડાણા જળાશય ભરાતા મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.