Jammu Kashmir Earthquake: જમ્મુ કાશ્મીરની ધરતી કાંપી, 3.6ની તીવ્રતાવાળો ભૂકંપનો ઝટકો
Jammu Kashmir Earthquake: જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5.01 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી. જો કે આ ભૂકંપએ કારણે અત્યાર સુધી કોઈ જાન-માલનુ કોઈ નુકશાન થયુ નથી.
થોડા દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. મેઘાલયમાં ગઈકાલે 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની એક રિપોર્ટ મુજબ ભૂકંપ સવારે નવ વાગીને 26 મિનિટ પર આવ્યો હતો અને તેનુ કેન્દ્ર પૂર્વી હિલ્સમાં 46 કિલોમીટર ઊંડાણમાં હતુ.