ઈસુદાન ગઢવીએ ઉભરો ઠાલવ્યો, હવે મારૂ હૈયુ ભરાઈ ગયું છે, હવે મને પણ મરાવી નાંખો
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, અમારા નેતાને પ્રલોભન આપીને ભાજપ લઈ ગયો. હવે મને પણ મરાવી નાંખો. ઈસુદાને કહ્યું હતું કે. ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા.આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે. ભૂતકાળમાં પણ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમે અમારા બંને નેતાઓનો આભાર માનીએ છીએ. અમારે પ્રજાને કહેવું છે કે ભાજપે 6 હજાર સ્કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ અસિત વોરાનું રાજીનામું નથી લેવાયું. મા મોગલના સોગંધ ખાઉં છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે. ભાજપને ડર લાગ્યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું.આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.આમ આદમી પાર્ટીની સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવીશું અને સાંભળીશું. ભાજપ બધાને પ્રલોભનો આપે છે. જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા/નેતા શપથ લેશે. અમે કમલમમાં વિરોધ કરવા ગયા અને તેમાં ઇસુદાન ગઢવીએ છેડતી અને મહિલાઓએ છેડતી કરી એવી દરેક કલમો પોલીસે લગાડી અને સાબરમતી જેલમાં ગયા.આ સંઘર્ષનો રસ્તો છે. ભાજપ સામ, દામ અને દંડની નીતિ અપનાવે છે.પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્યના રસ્તે ચાલીએ છીએ.મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્યું હતું. 5 હજાર ઈન્જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. આ ગુનેગારો સામે લડવાની આ નેમ છે. ભાજપ અમારા નેતાઓને તોડશે એટલું નુકસાન ભાજપને જ નડશે. ડેમેજ કંટ્રોલ કરવા બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું. તમે આમ આદમીમાં રહો, ટાઇગર અભી જીંદા હે. ભાજપમાં પણ ભડકો છે જ. વિજયભાઈ અને સી આર પાટીલ વચ્ચે ગજાગ્રહ હતો અને વિજયભાઈને ઘરે બેસાડી દીધા.એવા બીજા ઘણા નેતાને ઘરે બેસાડ્યા છે.