બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (19:52 IST)

IPL 2021: રવિચંદ્રન અશ્વિન પાસે આજે ઈતિહાસ રચવાની તક, એક વિકેટ લેતા જ બનાવી દેશે આ મોટો રેકોર્ડ

ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ગુરૂવારે રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ એક મોટો રેકોર્ડ પોતાને નામે કરી શકે છે. અશ્વિન ટી20 ક્રિકેટમાં 250 વિકેટથી કે વિકેટ દૂર છે. 34 વર્ષના અશ્વિનના નામે આઈપીએલમાં 139 વિકેટ છે. આ ઉપરાંત ભારત તરફથી 46 ટી20 ઈંટરનેશનલમાં તેમણે 52 વિકેટ લીધી છે. તેમણે બાકી વિકેટ ઘરેલૂ સર્કિટમાં લીધી છે. 
 
અશ્વિન આઈપીએલમાં છઠ્ઠી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા આ લિસ્ટમાં સૌથી ઉપર છે. જેમણે 170 વિકેટ લીધી છે. ભારતના અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની લિસ્ટમાં બીજા નંબર પર છે. તેમના નામે 160 વિકેટ છે. બીજી બાજુ પીયૂષ ચાવલાના નામે 156 વિકેટ, ડ્વેન બ્રાવોના નામે 154 અને હરભજન સિંહના નામે 150 વિકેટ છે. જો અશ્વિન એક વિકેટ મેળવી લે છે તો ભારતના તે પહેલા એવા બોલર બની જશે જેમણે ટી20 ક્રિકેટમાં 250 વિકેટ લીધી છે. 
 
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારે દિલ્હી અને રાજસ્થાનની વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મુકાબલો રમાશે.  પૃથ્વી શૉ ની કોશિશ હશે કે તે આ મેચમાં પણ શાનદાર બેટિંગ કરે.  દિલ્હીના નવા કપ્તાન ઋષભ પંતની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને ટૂર્નામેંટની શરૂઆત જીત સાથે કરી હતી. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ રાજસ્થાન વિરુદ્ધ પોતાની અંતિમ પાંચ મેચ જીતી છે.