રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 19 ઑક્ટોબર 2020 (21:17 IST)

ફેબ્રુઆરી 2021 સુધી ભારતની 50 ટકા વસ્તી ક્રોરોનાથી સંક્રમિત થઈ શકે છે

ભારતમાં આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. એટલે કે ઓછામાં ઓછા 65 કરોડ ભારતીય કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હશે. આ અમે નથી કહી રહ્યા  અને ન તો કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ અનુમાન છે ભારત સરકાર તરફથી બનાવેલ વિશેષજ્ઞોના પેનલનુ.  પૈનલના એક મુખ્ય સ બહ્યએ સોમવારે માહિતી આપી. જોકે  પૈનલનુ એ પણ  કહેવુ છે કે આટલી મોટી વસ્તીના સંક્રમિત થવાથી મહામારીની ગતિ થંભવામાં મદદ મળશે. 
 
ભારતમાં કોરોના ચેપના 75.5 લાખ કેસની પુષ્ટિ થઈ છે. આ કિસ્સામાં ભારત ફક્ત અમેરિકાથી પાછળ છે. જોકે સપ્ટેમ્બરના મધ્યમાં દેશમાં કોરોના ચેપના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી દરરોજ સરેરાશ, 61,390 કેસ નોંધાય છે.
 
સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનુપરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે ન્યુઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, "અમારા ગાણિતિક મોડેલનો અંદાજ છે કે હાલમાં દેશની લગભગ 30 ટકા વસ્તી સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે."
 
સમિતિનો અંદાજ છે કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સીરો સર્વેમાં ઇન્ફેક્શનની મર્યાદા ખરેખર સંક્રમણના સ્તર કરતા ઘણી વધારે હોઈ શકે છે. સીઈઆરઓ સર્વે અનુસાર સપ્ટેમ્બર સુધીમાં ભારતની લગભગ 14 ટકા વસ્તીને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે.  પરંતુ સમિતિના જણાવ્યા મુજબ આ આંકડો આશરે 30 ટકા જેટલો છે.
 
સીરો સર્વે અંગે અગ્રવાલે કહ્યું કે નમૂના લેવાથી સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેમણે કહ્યું કે આટલી મોટી વસ્તીમાં, સર્વેક્ષણ કરવા આદર્શ નમૂનાની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને સંભવ છે કે સર્વેમાં સંપૂર્ણ નમૂના લેવામાં ન આવે.