સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (12:25 IST)

દારૂ પીધેલી હાલતમાં ડોક્ટરે કરાવી પ્રસુતાની ડિલીવરી, મહિલા તથા નવજાત શિશુનું મોત

બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં  મોડી રાત્રીના ડોકટરની બેદરકારીને કારણે સગર્ભા મહિલા અને નવજાત શિશુનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહિલાને ડિલિવરી લાવવા માટે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કરવમાં આવેલી સરાવાર બાદ મહિલાનુ તથા નવજાત શીશુનું મોત થયું છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કે ડોક્ટરે દારૂ પીધેલી હાલતમાં સારવાર આપી બતી જેથી મહિલાનું અને નવજાત શીશુંનું મોત થયું હતું. ડોક્ટરની બેદરાકરીથી માતા અને બાળક એમ બંન્નેના મોત થતા પરિવારજનોએ પોલીસને જાણ કરતાપી.આઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોચીં આવ્યો હતો. 
પરિવાર દ્વારા પોલીસને આક્ષેપ સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો કે, ડોક્ટર દ્વારા દારૂ પીને નશાની હાલતમાં મહિલાની પ્રસુતિ કરવાતા બેદરકારીથી તેનું મોત થયું છે. જ્યારે પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલના ડોક્ટરનું બેથ એનલાઇઝર દ્વારા ચેકિંગ કરાતા ડોક્ટર નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.પ્રસુતા મહિલાનુ સરાકરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા સરકારી તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નશાની હાલતમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. છતા પણ તેમના વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ડોક્ટર દ્વારા નશાની હાલતમાં સારવાર કરવાને કારણે કોઇ પરિવરે તેના કુંટુંબના સભ્યોને જીવ ગુમાવ્યો પડ્યો છે.