આ નેતાની સુરક્ષા વધારાઇ- રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષા વધારી
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપ્યા પછી આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠક મળશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જ્યરે રાજ્યનાં દિગ્ગજ નેતા નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પેસ યથાવત છે અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સુરક્ષાનાં ભાગ રૂપે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરવામાં આવી છે.
સુરક્ષાના ભાગરૂપે પોલીસે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરી હતી અને ઓલ ક્લીયર મળ્યા પછી જ નીતિન પટેલને કારમાં બેસીને જવા દેવાયા હતા.નીતિન પટેલની સુરક્ષાને મળી રહેલા અચાનક મહત્વથી એવા સંકેત મળી રહ્યા છે કે, નીતિન પટેલને જ ગુજરાતની ગાદી પર બેસાડીને મુખ્યમંત્રીપદ આપવામાં આવશે.