વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યું
વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યુ છે. જેમાં શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે. જેતલપુરમાં ડ્રાઇવરને 13 લાખનું બિલ આવ્યું છે. તેમાં ઇબ્રાહિમ પઠાણના ઘરમાં બે પંખા અને બે લાઈટ છે. ત્યારે ગ્રાહકે MGVCLને રજૂઆત કરતા ભૂલ સુધારી આપી છે.શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં અધધ બિલ આવ્યું છે.
અગાઉ સુભાનપુરામાં રૂપિયા 9 લાખનું બિલ આવ્યું હતું. જેમાં આ વખતે એમ.જી.વી.સી.એલને રજુઆત કરતા બિલ સુધારી દીધું હોવાનો દાવો કર્યો છે. તેમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ટેક્સ્ટ એરર બતાવવામાં આવી હતી. સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે
વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે વિવિધ શહેરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે
.ઉલ્લેખનય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.