રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (14:10 IST)

અમદાવાદમાં ખાલીસ્તાની સમર્થક પન્નુ સામે ફરિયાદ બાદ પોલીસે દેશની સુરક્ષા એજન્સીઓની મદદ માંગી

Gurpatwant singh Pannu
અમદાવાદમાં ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે.આ કેસમાં સાયબર ક્રાઇમની સાથે દેશની દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે.જેમાં NIA, રો ,સેન્ટ્રલ આઈબી પણ જોડાશે. પન્નુએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, યાદ રાખો 5મી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડકપ પર ખાલીસ્તાની સમર્થકે પ્રી રેકોર્ડેડ કોલથી પોતાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ કોલ વિદેશની ધરતી પરથી થયા હતા અને તેની પાછળ આતંકીઓનો ખૂબ જ ખરાબ મનસૂબો હોય તેવી શક્યતાના આધારે કોઈ પણ કચાસ નહીં છોડવા માટે સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓએ તૈયારી કરી લીધી છે.ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ આપેલી ધમકીમાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે. અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં.આવા કોલથી ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરીને દેશની એકતાને નુકસાન પહોંચાડી આતંકવાદી પ્રવૃત્તિ કરવાના ઇરાદે કોલ કર્યા હતા.