શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2023 (23:30 IST)

ભાજપના MLAનો CMને પત્ર, રાજસ્થાન સરકાર બે ડેમ બનાવશે તો 5 જિલ્લાઓમાં જળસંકટ સર્જાશે

water crisis in 5 districts
water crisis in 5 districts
રમણલાલ વોરાએ પત્રમાં કહ્યું કે, ધરોઈ ડેમના ઉપરવાસ ખાતે આ બે બંધ બંધાશે તો તેની અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે
 
અમદાવાદઃ રાજસ્થાનની ગેહલોત સરકાર દ્વારા ધરોઈ ડેમમાં પાણી લાવતી સાબરમતી અને સેઇ નદીના પ્રવાહ પર અવરોધ સર્જતાં બે ડેમ બનાવવા ટેન્ડરિંગ કરી દેવાયું છે. ડેમ બનાવવા મામલે થોડા અરસા અગાઉ સ્થાનિકો દ્વારા હોબાળો થવા છતાં રાજ્ય સરકાર દ્વારા સંજ્ઞાન લેવાયું નથી.ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા સાબરકાંઠામાં 1971માં ધરોઈ જળાશય બનાવાતાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓના 30 થી વધુ મોટા શહેરો તેમ જ 800 ગામડાઓ માટે પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ હતી. ત્યારે હવે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ ધારાસભ્ય એવા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. 
water crisis in 5 districts
water crisis in 5 districts
સાબરકાંઠા અને મહેસાણામાં જળસંકટ સર્જાશે
ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પત્ર લખીને મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, રાજસ્થાનમાં રહેલી કોંગ્રેસ સરકાર રાજસ્થાનથી ગુજરાત આવતી બે નદીઓ પર બંધ બાંધવાનું  કામ આગમી સમયમાં શરૂ કરી શકે છે. જો ધરોઈ ડેમના ઉપરવાસ ખાતે આ બે બંધ બાંધવામાં આવશે તો તેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે.રમણલાલ વોરાના મતે ધરોઈ ડેમના ઉપરવાસમાં રાજસ્થાન સરકાર બે ડેમ બનાવશે તો ગુજરાતના પાંચ જિલ્લાઓ અને તેમાં પણ સાબરકાંઠા અને મહેસાણામાં જળસંકટ સર્જાશે. 
 
સિંચાઈ વિભાગને ઘટતી કામગીરી કરવા રજૂઆત કરી હતી
રમણલાલે પત્રમાં જણાવ્યું છે કે, સરકાર આ સમગ્ર મામલે નજર રાખે અને ઉત્તર ગુજરાતને પાણી માટે હેરાન ન થવું પડે તેનું ધ્યાન રાખે તેવી માંગ રમણલાલે કરી છે. આ સિવાય રમણલાલ વોરાએ આ મામલે રાજ્યના પાણી સિંચાઈ વિભાગને ઘટતી કામગીરી કરવા મામલે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે તેમણે ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં પણ રજુઆત કરી હતી, પરતું તે વખતે તેમની આ વાતનું ખોટું અર્થઘટન કાઢવામાં આવ્યું હતું.