શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 મે 2022 (15:05 IST)

'હું ચૂંટણી લડવાનો જ છું અને જો નહીં લડુ તો મારો વિરોધ કરનારાને પણ નહીં લડવા દઉઃ અલ્પેશ ઠાકોરનો હૂંકાર

alpesh thakore
વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓ છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. રાધનપુર-સાતલપુર ક્ષત્રિય ઠારોરના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, 'અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે જ અને જો નહીં લડુ તો મારો વિરોધ કરનારા ભૂલી જ જાય કે તમે ચૂંટણી લડશો. જે લોકો ડખો કરે છે તેમને હું ચૂંટણી નહીં લડવા દઉ'.
alpesh


પાટણ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકો પૈકી રાધનપુર બેઠકને લઈ ભાજપમાં ઉકળતો ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા પ્રમુખ અને રાધનપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપી મંચ પરથી હુંકાર કરતા જણાવ્યું હતું કે, 'રાધનપુર પંથકમાં મારો વિરોધ કરનારા સમજી લે કે રાધનપુર બેઠક ઉપરથી હું ચૂંટણી લડવાનો જ છું, અને જો હું ચૂંટણી નહીં લડુ તો મારો વિરોધ કરનારાને પણ ચૂંટણી લડવા નહીં દઉ.'રાધનપુર સદારામ છાત્રાલયમાં રાધનપુર અને સાંતલપુરના ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 40 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અલ્પેઠ ઠાકોર સહિત ઠાકોક સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતા અને નવદંપતીઓને સુખી જીવનના આશિવાર્દ આપ્યા હતા.