કેવી રીતે પહોંચશો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, એક ક્લિક પર મેળવો માહિતી
કેવી રીતે પહોંચશો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, એક ક્લિક પર મેળવો માહિતી
દેશની એકતા અને અખંડિતતાની સુરત એવી સરદાર પટેલની મુરતનું અનાવરણ માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. 31 ઓક્ટોબર, બુધવારના રોજ બપોર સુધી દેશની આન-બાન-શાન કહેવાય તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયું હશે. જે લોકોએ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાના ખ્વાબ સેવ્યા હશે, અને ત્યાં સુધી જઈ શક્યા ન હોય, તેવા લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ અજાયબીથી ઓછું નથી. 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નજારો કદાય ભારતના એકપણ સ્પોટ પર જોવા મળતો ન હોય. તેથી અનેક લોકો આ પ્રતિમા જોવા માટે તલપાપડ હશે. ત્યારે અહીં કેવી રીતે પહોંચવું તે પણ જાણી લો. નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. જે વડોદરાથી 90 કિલોમીટરની આસપાસ છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ફ્લાઈટ્સ છે. જો તમે ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે. અંકલેશ્વર લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ઉભી રહે છે. તે જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.રોડ ટ્રીપના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહેશે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ એવન્યુ જેવા રસ્તાઓ જોવા મળશે.રાજ્યનું સેન્ટર નર્મદા જિલ્લાનો હાઈવે નંબર 11 દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર પહોંચી શકાય છે. જો તમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા હોવ તો મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો. જ્યાંથી આગળ વધી શકાય છે. ગુજરાતમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાની આસપાસના ક્ષેત્રનુ પર્યટનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહે છે. પણ શુ આપ જાણો છો કે આ પ્રતિમાને જોવા માટે એક સામાન્ય માણસે કેટલા રૂપિયા ચુકવવા પડશે.
મૂર્તિમાં બે લિફ્ટ લાગે છે. જે સરદાર પટેલના છાતી સુધી જાય છે અને ત્યાથી સરદાર સરોવર બાંધનો નજારો અને ગેલેરી જોવા મળે છે. અહીથી વ્યક્તિ વૈલી ઓફ ફ્લાવરનો નજારો જોઈ શકશે. આ ઐતિહાસિક મૂર્તિને જોવા માટે તમે અહી ઓનલાઈન માધ્યમથી બુકિંગ કરાવી શકો છો. આ માટે તમે www.soutickets.in પર જઈને પણ ટિકિટ બુક કરાવી શકો છો.
અહી ટિકિટની 2 કેટેગરી બનાવી છે જેમા એક ગેલેરી જોવા અને એક ગેલેરી વગરની ટિકિટ છે. જો તમે ગેલેરી, મ્યુઝિયમ અને વૈલી ઓફ ફ્લાવરમાં જવા માંગો છો અને આખો નજારો જોવા માંગો છો તો 3 વર્ષના બાળકોથી લઈને વયસ્ક સુધી 350 રૂપિયાની ટિકિટ લેવી પડશે અને 30 રૂપિયા બસના આપવા પડશે મતલબ એક માણસનો ખર્ચ 380 રૂપિયા રહેશે.
જો કોઈ ગેલેરી (જે 142 મીટરની ઊંચાઈ પર સરદાર પટેલના છાતી પાસે બની છે.) માં નથી જવા માંગતા તો તેમને 3 થી 15 વર્ષના બાળકો માટે 60 રૂપિયા અને 15 વર્ષના ઉપરના લોકો માટે 120 રૂપિયાની ટિકિટ લેવી પડશે. બીજી બાજુ બસના 30 રૂપિયા જુદા છે. 120 રૂપિયાની ટિકિટમાં તમે મૂર્તિ પાસે સુધી જઈ શકો છો. પણ ઉપર નથી જઈ શકો. જો કે આ ટિકિટમાં તમે મ્યુઝિયમ અને વૈલી ઓફ ફ્લાવર જોઈ શકશો.