રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (18:33 IST)

ગૃહમંત્રી અમિત શાહે રોકાણકારોને કાશ્મીરમાં રોકાણ કરવા અપીલ કરી

amit shah
-  રોકાણકારોને કાશ્મીરમાં રોકાણ કરવા અપીલ કરી
- ભારત દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
 
મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આજે અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન કરાયુ છે.અમિત શાહે જણાવ્યું હતું કે, અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં તમારી સામે હાજર છું. પહેલી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર હતો અને આજે 10મી વાઇબ્રન્ટ સમિટમાં પણ હાજર છું. કોઈ પસંદગીવાળું અને ઉત્પાદનની જગ્યા છે એ ભારત છે અને તેમાંય સૌથી વધુ પસંદગીવાળુ અને ઉત્પાદનની જગ્યા હોય તો ગુજરાત છે. 
 
વાઇબ્રન્ટ ગુજરાત મોડલને દેશના અન્ય રાજ્યોએ સ્વીકાર કર્યો 
અમિત શાહે ઉમેર્યું હતું કે, 2003માં વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ સમિટ શરૂ કરી ત્યારથી અત્યાર સુધી આ 10મી સમિટ છે. તેમણે આ યુગ પરિવર્તનની શરૂઆત 20 વર્ષ પહેલાં કરી હતી. ગુજરાત મૂડી રોકાણ માટે સૌથી સરળ અને પસંદગી વાળું રાજ્ય છે. હું વિશ્વાસ સાથે કહું કહું છું વડાપ્રધાનની ત્રીજી ટર્મમાં ભારત દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે ભારત વિશ્વ મિત્ર બનીને ઉભું થયું છે. તેમણે કહ્યું હતું કે, આ ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા થયા અને આઈડિયાને પ્રમોટ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત મોડલને દેશના અન્ય રાજ્યોએ સ્વીકાર કર્યો છે. 
 
ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી તે હવે વાસ્તવિક બની ગઈ
અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત આજે આખા દેશનો વિશ્વાસ બન્યું છે. વિકસિત ભારતનો ગેટ વે ગુજરાત થઈને જઈ રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં 2007માં વડાપ્રધાન મોદીએ ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી તે હવે વાસ્તવિક બની ગઈ છે. માંડલ બેચરાજી સૌથી મોટું ઓટો મોબાઈલ હબ, રાજકોટ મેડિકલ ડિવાઈસ સહિત ગુજરાતને ઇનવેસ્ટમેન્ટ માટે ખુલ્લું મૂક્યું છે. ભારતે સ્ટ્રક્ચર રિફોર્મ શરૂઆત કરી છે અને ઇકોનોમી ટ્રાન્સફોર્મ કરી રહ્યું છે. આજે ટોપ 5 ઇકોનોમીમાં આવી ગયા છીએ. સાયલેન્ટ પ્રધાનમંત્રીથી વાઇબ્રન્ટ પ્રધાનમંત્રીની 9 વર્ષની સફર અત્યારસુધી પૂરી થઈ છે. 
 
આવનારી ટર્મમાં ભારતને ત્રજું અર્થતંત્ર બનતાં જોઈશું
આજે મનોજ સિંહાએ નવી એજ્યુકેશન પોલિસીની વાત કરી, આવનારા ક્ષેત્રમાં ભારત હેલ્થ અને એજ્યુકેશનમાં સૌથી આગળ નીકળી જશે એ માટે પ્લાનિંગ છે. ઇલેક્ટ્રિક વ્હિકલ, બેટરી અને ગ્રીન ગ્રોથ માટે વ્યવસ્થા કરી છે. ભારત પર ભગવાનની કૃપા છે તેમ ગ્રીન એનર્જી ઉભી થાય તેવો ભારતનો ભૂ-ભાગ છે. એક સર્વે મુજબ આજે 9 બિલિયન ડોલર સ્પેસ છે જે આગામી દિવસોમાં 40 બિલિયન થશે. આવનારી ટર્મમાં ભારતને ત્રજું અર્થતંત્ર બનતાં જોઈશું. ગુજરાતીઓ ઓળખાય છે ઇન્વેસ્ટમેન્ટ લાવનાર તરીકે, પણ મનોજ સિન્હાએ કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી છે તો આપણે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી ત્યાં રોકાણ કરીએ તેવી અપીલ કરું છું.