અહીં બકરી કરે છે વરસાદની આગાહી- વરસાદ પડશે કે થશે દુકાળ બકરી નક્કી કરે છે
કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદની આગોતરી જાણ એક બકરી દ્વારા થાય છે.
લોકોની આસ્થા સાથે જોડાયેલી આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે, જેમાં ગામના ક્ષત્રિય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથિ પ્રસંગે યોજિત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે અને પૂજા-આરતી બાદ મંદિરના પૂજારી બકરીના ધૂણવા બાદ એના પર હાથ રાખી વરસાદની આગાહી કરે છે.
આજે પણ આ ધાર્મિક પરંપરા અકબંધ
આ વર્ષે કચ્છમાં ખૂબ સારો વરસાદ પડવાની સાંભવના જોવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એવું પણ બન્યું છે કે જે વર્ષે દુષ્કાળ પડ્યો છે ત્યારે બકરી ઘણા સમય સુધી રાહ જોવા છતાં ધૂણી નથી અને ઓટલા પર ચડી જાય ત્યારે અતિવૃષ્ટિની સ્થિતિ નિર્માણ પામી છે. અસ્થાનાં આ વિષયે આજે પણ ધાર્મિક પરંપરા ટકાવી રાખી છે.