શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2022 (11:11 IST)

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદની શક્યતા

ઉત્તર ઓરિસ્સા ઉપર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરોથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ છે.હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે.અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી નથી.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, "આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે.અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ કચ્છમાં સિઝનનો કુલ 12.58 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં  સિઝનનો કુલ 10.86 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 10.54
 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 18.85 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 21.03
 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા અને સરેરાશ  139.73 એમ.એમ. વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 156 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સોમવારે 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો.દિવસ દરમિયાન વલસાડના પારડીમાં 3.26, ઉમરગામમાં 2.71, વાપીમાં 2.20, અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખાંભામાં બપોરે 2 થી 4માં બે ઈંચ, પારડીમાં સાંજે 4 થી 6માં દોઢ ઈંચ, ઉમરગામમાં 1.75 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જ્યાં બે  ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં જુનાગઢના વિસાવદર, સુરતના પલસાણા-સુરત શહેર, અમરેલીના ધારી-વડિયા, નવસારીના ખેરગામનો સમાવેશ થાય છે.