રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (08:55 IST)

Heavy rain આજથી પાંચ દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો 25.76 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે, અમદાવાદમાં આગામી ૩ દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૯ અને હવામાં ભેજનું પ્રમાણ ૮૦% નોંધાયું હતું. ગુજરાતમાં હજુ સુધી ૮.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૨૫.૭૬% વરસાદ નોંધાયો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો અત્યારસુધી કચ્છમાં ૪.૭૨ ઈંચ સાથે મોસમનો ૨૭.૦૪%, ઉત્તર ગુજરાતમાં ૫.૪૩ ઈંચ સાથે મોસમનો ૧૯.૨૮%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬.૯૬ ઈંચ સાથે મોસમનો ૨૧.૯૦%, સૌરાષ્ટ્રમાં ૬.૬૧ ઈંચ સાથે મોસમનો ૨૪.૦૪% અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૨૨ ઈંચ સાથે મોસમનો ૩૧.૬૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.