રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. હજુ આગામી 3 કલાક તથા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહિશોને ચિંતા છે.
અમદાવાદ પાલડીમાં 12 ઈંચ વરસાદ
- બોપલની આત્મજ્યોતિ સોસયટી પાણીમાં ગરકાવ
- બોપલ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા
- પ્રહલાદનગરના ઔડા તળાવની પાળ તૂટી
- અમદાવાદમાં શાળા-કોલેજોમા રજા જાહેર
- અમદાવાદમાં આગામી ત્રણ કલાક હજુ ભારે
- આગામી ત્રણ કલાક પડી શકે છે ભારે વરસાદ
- અમદાવાદમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી
- આજે અમદાવાદમાં શાળા-કૉલેજમાં રજા
- અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય
- અમદાવાદમાં સરખેજમાં એક્ટિવા ચાલકનું મોત
- વરસાદમાં એક્ટિવા સ્લીપ થતાં ચાલકનું મોત
- અમદાવાદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
- સાંજથી ચાલુ થયેલાં વરસાદથી જળબંબાકાર
- પાલડી વિસ્તારમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ
- બોડકદેવમાં ધોધમાર 8 ઈંચ વરસાદ
- ઉસ્માનપુરામાં પણ ફરી 8 ઈંચ વરસાદ
- જોધપુર વિસ્તારમાં સવા સાત ઈંચ વરસાદ
- મક્તમુપરામાં સવા સાત ઈંચ વરસાદ
- અમદાવાદના બોપલ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
- અમદાવાદના ગોતા વિસ્તારમાં 6 ઈંચ વરસાદ
- રખેજ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
- રાયખડ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ વરસાદ
- ભારે વરસાદથી ચારેતરફ પાણી ભરાયા
- શહેરમાં ચાલુ સિઝનનો 4.5 ઈંચ જેટલો વરસાદ થયો
- ટાગોર હોલ વિસ્તારમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ