સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (12:38 IST)

આવા ગાર્ડ શુ ધ્યાન રાખશે? ગાર્ડ એવા ઘસઘસાટ ઉંઘતા હતા કે પોલીસ આવીને ઘુસી ગઈ છતાં ખબર ન પડી

શહેરમાં ઘરફોડ ચોરી, એટીએમમાં ચોરીના પ્રયાસ, જવેલર્સ ચોરીનું પ્રમાણ વધતા સોલા પોલીસે શરૂ કરી  નવી પહેલ કરી છે. અમદાવાદમાં ચોરી-લૂંટ વધતાં સોસાયટી-ફ્લેટમાં ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ જ ઊંઘટા ઝડપાયા હતા. આંખમાં ટોર્ચ કરવા છતાંય આ ગાર્ડ ઊંઘતા ઝડપાયા હતા. તેને લઈને પોલીસે ચેરમેન સેક્રેટરી અને સિક્યોરિટી કંપનીને નોટિસો આપી કાર્યવાહી કરાશે. 
ગુજરાત સહિત અમદાવાદમાં દિન-પ્રતિદિન ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો વધારો થયો છે. ત્યારે  હાઇવેની આસપાસ અને છેવાડે આવેલા વિસ્તારમાં મોડી રાતે ચોરી અને લૂંટની ઘટનાઓના ગુનાઓ નોંધાઇ રહ્યા છે. સોસાયટીઓ અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે પરંતુ તેઓ સજાગ ન હોવાને કારણે ચોરો-તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. 
અમદાવાદ શહેરની સોલા પોલીસ દ્વારા સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 5 દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી- ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય છે કે નહીં તે ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઇ જવામાં આવે છે અને દરવાજો ખોલ અને બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ ન જાગે તેને અવાજ કરી જગાડવામાં આવે છે.
પાંચ દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી-ફ્લેટમાં ચેકિંગ શરૂ કરાયું હતું. જેમાં 60 ટકા જગ્યાએ ગાર્ડ સુતા જ હતા. સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે પરંતુ સજાગ નથી હોતા. ચોર અને લૂંટારાઓથી સુરક્ષા કરવા સિક્યુરિટી ગાર્ડ હોય છે પરંતુ તેઓ સુતેલા હોય છે જેથી આ બાબતે ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ પોલીસની વાન મોડી રાતે 1થી 4ના સમયગાળામાં અલગ-અલગ સોસાયટીમાં જાય છે અને સિક્યુરિટી ગાર્ડ સૂતેલો છે કે જાગે છે તેની તપાસ કરવામાં આવે છે.
 
એટલું  જ નહીં પોલીસ હવે સૂતેલા ગાર્ડને ઉઠાડી ચા-પાણી પણ કરાવે છે. ગાર્ડ સૂતેલો હોય તો તેના મોઢા પર મોબાઇલની ફ્લેશ લાઈટ કરવા છતાં તેમજ ગાડીનો દરવાજો બેથી ત્રણવાર ખોલી બંધ કરી અવાજ કરવા છતાં સિક્યુરિટી ગાર્ડ જાગતાં નથી તેવું અત્યારસુધીમાં સામે આવ્યું છે. આ સાથે સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટી ગાર્ડ એજન્સીને એક પત્ર મોકલવામાં આવે છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સુતેલા હોય છે. તેઓની બેદરકારી સામે આવી છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ જાગતો રહે તેવું આયોજન કરવામાં આવે. 
 
પોલીસની આ કામગીરી સરાહનીય છે. પણ હવે સિક્યોરીટી એજન્સીઓ એ સાવધાન રહી પ્રામાણિક ગાર્ડ રાખવા જરૂરી બન્યા છે. ત્યારે હવે ખરેખર પોલીસની આ કામગીરીથી ગુનાખોરી અટકશે કે કેમ તે જોવાનું રહેશે.