નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા નથી ચૂકવવા
ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની સામે પાકની નુકશાની સહન કરી રહ્યા છે. તો બીજી તરફ, ખેડૂતોને કોઈ પ્રકારની સરકારી મદદ કે પછી વળતર ચૂકવાયું નથી. ત્યારે એક ગુજરાતી ચેનલ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોને પાકવીમા ન ચૂકવવા પડે તે માટે વીમા કંપનીઓ પાછીપાની કરી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના સુત્રો અનુસાર ત્રણ થી વધુ કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આખુ વર્ષ ખેડૂતો પાસેથી ઈન્સ્યોરન્સના રૂપિયા લઈને હવે જ્યારે ચૂકવવાની વાત આવી ત્યારે વીમા કંપનીએ મોટું નુકસાન થતો હોવાનો દાવો કર્યો છે. આમ, નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા ચૂકવવા નથી. વીમા કંપની ખેડૂતો પાસેથી પ્રીમિયર વસૂલીને કરોડો વસૂલ્યા છે, અને હવે ગોલમાલ કરીને ખેડૂતોને નુકશાનીના રૂપિયા ચૂકવવા નથી. આમ વીમા કંપનીઓ માત્ર ખેડૂતો જ નહિ, પણ સરકાર સાથે દગાખોરી કરી રહી છે. ટેન્ડર ભરતા સમયની શરતોને આગળ લાવીને વીમા કંપનીઓ રૂપિયા ચૂકવવાથી છટકી રહી છે. વીમા કંપનીઓ વળતર ન આપવાના બહાના શોધી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 3 થી વધુ વીમા કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓની દલીલ પ્રમાણે મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનો દાવો કરે છે. તેથી બેન્કિંગ વ્યવસાય સાથે જોડાયેલી પાક વીમા લેતી કંપનીઓ હવે છેડો ફાડી રહી છે. તો બીજી તરફ, પાકવીમા કંપનીઓ દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં રાજકીય દબાણ આવતું હોવાને કારણે કામ નહીં કરવા રજૂઆત કરી છે.