સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2017 (13:17 IST)

પત્થર મારો યા ગોલી હમ નહીં ડરેંગે - ગુજરાતમાં કોંગ્રેસનું ભારે વિરોધ પ્રદર્શન

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થર ફેંકાયો હતો, આ હુમલામાં રાહુલ ગાંધીને ઈજા પહોંચી ન હતી, પથ્થરમારામાં રાહુલની કારનો કાચ તૂટયો હતો, જ્યારે એક એસપીજી જવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જેના પગલે આજે સવારથી રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અમદાવાદના સ્ટેડિયમ 5 રસ્તા ખાતે કોંગી કાર્યકરોએ રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શનામાં સામેલ છે. આમાં પુતળા દહન પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી છે. વડોદરામાં પણ પુતળા દહન કરીને કાર્યકર્તાઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.  રાજકોટના ત્રિકોણ બાગમાં પણ કોંગી કાર્યકરોનો વિરોધ કર્યો હતો. પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. ભુજમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્ગારા વિરોધ કોંગી કાર્યકરોએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બોટાદના દીનદયાળ ચોકમાં કોંગી કાર્યકરોએ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. પોલીસે 70થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. 


મોરબીમાં ઢોલ નગારા સાથે કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોરબીના દરવાજા ચોક પાસે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા કોંગ્રેસ દ્ગારા પુતળાદહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વેરાવળમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વેરાવળના 150 કાર્યકરોની અટકાયત કરવામાં આી છે.બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની વ્યથા સાંભળવા રાહુલ ગાંધી શુક્રવારે બપોરે હેલિકોપ્ટર મારફત ધાનેરા આવી પહોંચ્યા હતા.

આ મુલાકાત વખતે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. રાહુલે માલોત્રા ગામના પૂરપીડિતોની મુલાકાત લઈ તેમની વેદના સાંભળી સાંત્વના આપી હતી. અહીં તેઓ બાળકો સાથે વાતચીત કરી તેમની પર વ્હાલ વરસાવ્યું હતું. ત્યાર બાદ ધાનેરા એપીએમસીના વેપારીઓને મળ્યા હતા, તેમની રજૂઆત સાંભળી સરકારમાં રજૂઆત કરવા બાંયધરી આપી હતી. ધાનેરા એપીએમસીની મુલાકાત વેળા લોકોએ કાળા વાવટા ફરકાવી રાહુલનો વિરોધ કર્યો હતો અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ તબક્કે રાહુલે જવાબમાં કહ્યું હતું કે, હું અહીં પૂરગ્રસ્તોના દુઃખને સમજવા આવ્યો છું. મારો વિરોધ કરવા વાળા ડરપોક છે. ધાનેરાની મુલાકાતમાં મૃતક પોપટલાલ જોષીના પરિવારની પણ રાહુલે મુલાકાત લીધી હતી. અન્ય પીડિતોને પણ મળી તેમણે સાંત્વના પાઠવી હતી.