બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (12:19 IST)

Gujarat Weather - ગુજરાતમાં કોલ્ડવેવ સાથે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાડી

Cold wave
Gujarat Weather - હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે, 16 થી 24 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બનશે, રાજ્યમાં કમોમસી વરસાદની આગાહી, 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે
 
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં લોકો ઠૂઠવાયા હતા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા
 
 રાજ્યમાં આગામી દિવોસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ 16 થી 24 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેને કારણે રાજ્યમાં કમોમસી વરસાદ વરસી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યુ હતુ કે, ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે.
 
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.