1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (17:28 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં B.COM, BBA, BCA માટેનો પ્રવેશ કાર્યક્રમ જાહેર, 20 જુલાઈથી સેમેસ્ટર-1ના વર્ગ શરૂ થશે

ahmedabad university
ધોરણ 12 બાદ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સના અભ્યાસક્રમોમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ મેરીટ જાહેર થશે અને 20 જુલાઈથી સેમેસ્ટર -1ના વર્ગ શરૂ થશે.ગુજરાત યુનિવર્સિટીમાં B.COM, BBA, BCAમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જે મુજબ 28 જૂન સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 4 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે. અંતિમ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ 12 જુલાઈએ કરવામાં આવશે. 12 અને 13 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફીલિંગ કરાશે. 15 જુલાઈથી પ્રથમ રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે. 20 જુલાઈથી સેમેસ્ટર 1ના વર્ગ શરૂ થશે.ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર નહીં થતા શનિવારે NSUI અને ABVP દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. NSUI એ એડમિશન પ્રક્રિયા શરૂ ના થતા ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલ એક કાર્યક્રમમાં પહોંચીને વિરોધ કર્યો હતો અને તાત્કાલિક એડમિશન પ્રક્રિયા શરૂ ના થાય તો ઉગ્ર વિરોધની રજુઆત કરી હતી.જ્યારે ABVP એ શાંતિ પૂર્ણ રીતે રજુઆત કરી હતી.