ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (14:49 IST)

ઓનલાઇન હાજરી મુદ્દે ૩૦૦ શિક્ષકો સામે કડક કાર્યવાહીનો આદેશ

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૮ના બીજા સત્ર પછી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવાનું શરૂ કર્યું હતું. ઓનલાઇન હાજરીની સિસ્ટમમાં રાજ્યના ૩૦૦ જેટલા ગુલ્લીબાજ શિક્ષકો ઝપટમાં આવ્યા હતા. આ શિક્ષકોની ૮૦ ટકા કરતા વધુ ગેરહાજરી હોવાનું શિક્ષણ વિભાગને ધ્યાને આવ્યું હતું જેથી આ તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગે પરિપત્ર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. મહત્ત્વનું છે કે, આ શિક્ષકોએ ગેરહાજરી અંગેનો કોઈ રજાનો રિપોર્ટ ઓનલાઇન ભરેલો ન હોવાનું પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું હતું.