શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:33 IST)

ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, નિતીન પટેલની નારાજગી વિધાનસભામાં સરકારને ભારે પડે તેવી ચર્ચા

કમુરતામાં કોઇ શુભ કાર્યો થતાં નથી. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ થતાં ભાજપમાં ડખા થયાં છે. મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતાં ધારાસભ્યોએ રાજીનામાની ય ચિમકી આપવા માંડી છે. આ બધુય જોતાં એવી ચર્ચા ચાલી રહી છેકે, કમુરતામાં શપથવિધી થતાં ભાજપને આ વખતે ફળશે કે કેમ તે સવાલ છે. ૧૬મી ડિસેમ્બરથી કમુરતા શરૃ થયા છે.ખાતાની ફાળવણીએ ભાજપમાં અદરોઅંદર અસંતોષ ભભૂકી રહ્યો છે તેવો સંદેશો વહેતો કર્યો છે જેથી ખુદ ભાજપના જ કાર્યકરો હવે કમુરતાને જવાબદાર ઠેરવી રહ્યાં છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પસંદગીના ખાતા ન મળતાં અંદરખાને નારાજ છે. આ ત્રણેય મંત્રીઓની નારાજગી ભાજપ સરકારને વિધાનસભાના સત્ર વખતે ભારે પડી શકે છે. કોંગ્રેસ જયારે પણ ભાજપ સરકારને ઘેરે ત્યારે આ મંત્રીઓ ભાજપના બચાવમાં ઉતર છે. આ વખતે અલ્પેશ ઠાકોર,જીજ્ઞેશ મેવાણી,પરેશ ધાનાણી જેવા યુવા અને આક્રમક કોંગ્રેસી ધારાસભ્યો ચૂંટાયા છે જેના પગલે વિધાનસભામાં વિપક્ષનો લડાયક મૂડ જોવા મળશે. હવે જો કોંગ્રેસ સરકારને ઘેરશે અને આ મંત્રીઓ કુણુ વલણ અપવાવશે તો,ભાજપની મુશ્કેલી વધી શકે છે.ઉલ્લેખનીય છેકે, આ વખતે કોંગ્રેસનુ સંખ્યાબળ પણ વધ્યુ છે.