ગુજરાતમાંથી બે નકસ્લીઓ ઝડપાયા, કોર્ટમાં કરાશે રજૂ
અમદાવાદ: ગુજરાતમાંથી બે નક્સલીઓ ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલની ટીમે સાથે કાર્યવાહી કરીને બે વોન્ટેડ નકસલીની ધરપકડ કરી છે. આ બંન નકસલીઓ અનેક ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ત્યારે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહીત અનુસાર, 2010માં આ બંને નક્સલીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને નક્સલીઓ અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. તાત્કાલિન રેન્જ IG એ.કે. સિંઘના ધ્યાને આ વાત આવી હતી. જેના બાદ તેમણે SIT બનાવી નક્સલીઓ સામે તપાસ શરૂ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, પરપ્રાંતીય વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિ કરતા અત્યાર સુધીમાં 22 નકસલીઓની ધરપકડ કરાઈ છે. તેમજ એફઆઈઆરમાં 26 નક્સલીઓના નામનો ઉલ્લેખ છે.